મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી
મોરબીના રફાળેશ્વર મંદિરે શિવ દર્શન-પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ
SHARE









મોરબીના રફાળેશ્વર મંદિરે શિવ દર્શન-પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ
મોરબી નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે શ્રાવણ મહિનાની અમાસના દિવસે સામન્ય રીતે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે વરસાદને ધ્યાને રાખીને મેળાને રદ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને લોકો પિતૃ તર્પણ કરવા માટે અને શિવ દર્શન કરવા માટે મંદિરે આવ્યા હતા.
વર્ષો પહેલા રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીપુફાલેશ્વેર મહાદેવની સ્થાપના કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી પિતૃ તર્પણ થાય છે જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણ્વા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આવતા હોય છે.
જો કે, દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને ધ્યાને રાખીને લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. જો કે, પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ રફાળેશ્વર મહાદેવના દર્શન કરીને લોકોએ આજે ધન્યતા અનુભવી હતી. અને આ જગ્યાનું પિતૃ તર્પણ માટે ખૂબ જ મહત્વ છે. માટે શ્રાવણી અમાસના દિવસે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી અને અન્ય રાજ્યમાંથી પણ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં રફાળેશ્વર મહાદેવ મંદિરે આવે છે.
