મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી
SHARE









મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી
મોરબી શહેર કોંગ્રેસમાં સંગઠન મંત્રી પદે સુરપાલસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ છે. ગુજરાત કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષતામાં કોંગ્રેસનો ખેશ પહેરીને સુરપાલસિંહ જાડેજા તેની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. અને તે મૂળ ખારચીયા ગામના વતની છે અને હાલ મોરબી રહે છે. અગાઉ મોરબી શહેર એનસીપીના પ્રમુખ પદે સુરપાલસિંહ જાડેજા કાર્યરત હતા. અને હાલમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે મોરબી શહેર કોગ્રેસમાં સંગઠન મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલ છે
