મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે અકસ્માત કરીને આધેડનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારાના લજાઈ પાસે અકસ્માત કરીને આધેડનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે ભારત હોટલ સામેથી આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેને રીક્ષા ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ અકસ્માત કરીને રીક્ષા ચાલક નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાથમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબજેલની સામેના ભાગમાં રહેતા સતિષભાઈ રોહિતભાઈ ઝાલા (33)એ હાલમાં રિક્ષા નંબર જીજે36 ડબલ્યુ 330 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પિતા રોહિતભાઈ ઝાલા લજાઈ ગામ પાસે આવેલ ભારત હોટલ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે તેઓને હડફેટે લીધા હતા. જેથી ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીના પિતાને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News