વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાના પાસે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !


SHARE











મોરબીના રામપર (પાડાબેકર) ગામે વર્ષો જૂનો પુલ બનાવવાનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ખેડૂતો-ખેતી પતનના આરે !

મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આજની તારીખે પણ ખેતી આધારિત ગામ છે અને આઝાદીના 78 વર્ષ પછી પણ આ ગામના લોકો અને ખેડૂતોની વ્યથા કોઈ સાંભળતું નથી અને નદીના બીજા કાંઠે ખેડૂતોની જમીન આવેલ હોય ચોમાસામાં નદીમાં પાણી આવી ગયા પછી ખેડૂતો ખેતી કરી શકતા નથી જેથી કરીને નદી ઉપર પુલ બનાવવાની વર્ષોથી માંગ કરવામાં આવે છે જો કે, ખેતી આધારિત ગામ હોવા છતાં પણ ખેડૂતોનો પ્રશ્ન ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક પ્રતિનિધિ કે પછી વહીવટી તંત્ર દ્વારા કેમ ઉકેલવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે.

રામપર (પાડાબેકર) ગામના ખેડૂતોની મોટાભાગની જમીન નદીના સામાકાંઠે હોવાથી ચોમાસામાં ખેડૂતો તેમના ખેતરોમાં જઈ શકતા નથી, ચોમાસુ ખેતી પણ થઈ શકતી નથી, આગોતરી ખેતી કરી વળતર લઈ શકાતું નથી, માત્ર શિયાળુ ખેતી એટલે કે પાસ્તરનું જ વાવેતર થાય છે. આ બાબતે ખેડૂતોએ નદી ઉપર પુલ બાંધવા વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ ઉપર ભગવાન અને નીચે સરકાર કે વહીવટી તંત્ર ગામના લોકો કે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. જેથી ખેતીની પૂરતી આવક ન થતાં ખેડૂતોની દશા બેહાલ થઈ રહી છે. અને ચૂંટણી સમયે નેતાઓ વાત સાંભળી આશ્રવાસન તેમજ કામ કરવાનાં વચન આપે છે. પણ ચૂંટણી પછી કોઈ જ ડોકાતું નથી. સરકારી ચોપડે જાણે કે, આ ગામ હોય જ નહી તેમ વહીવટીતંત્ર પણ કોઈ ફરિયાદ સાંભળતું નથી. આ ગામના ખેડૂતો ચલો મોરબી કે ચલો ગાંધીનગરની કૂચ કરી તેમની રજૂઆત કરવાનું વિચારી રહેલ છે. સંસદ કે ધારાસભ્ય પણ ધારે તો પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવીને લોકોની અવરજવર માટે નદી ઉપર પુલ બનાવીને લોકોનો પ્રશ્ન ઉકેલી શકે તેમ છે. પરંતુ તે કામ કરતાં નથી અને વહીવટીતંત્ર લોકોની વાત અને વ્યથાને સાંભળીને કોઈ કાર્યવાહી કરતું નથી. જેથી ગામના લોકો હેરાન છે.






Latest News