વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં
મોરબીના જીકિયારી ગામે વાડીએ સાપ કરડી જતાં યુવાન સારવારમાં
SHARE









મોરબીના જીકિયારી ગામે વાડીએ સાપ કરડી જતાં યુવાન સારવારમાં
મોરબીના જીકિયારી ગામે વાડીએ યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જીકિયારી ગામે વાડીએ રહીને મજૂરીકામ કરતાં કમલેશ ધારસીંગ રાઠવા (28) નામનો યુવાન વાડી વિસ્તારમાં હતો ત્યારે તેને ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા દિનેશભાઈ રામજીભાઈ સોમાણી (22) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તે યુવાનને ઈજા થયેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ખટારા ઉપરથી નીચે પટકાયો
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ એપોલો પેપર મીલમાં ખટારા ઉપરથી નીચે પટકાતા પંકજકુમાર (32) રહે. મૂળ યુપી વાળાને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા કંચનબેન ચૌહાણ (42) બાઈકમાં પાછળના ભાગે બેસીને બેલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા કંચનબેન બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના અદેપર ગામ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જામલીરા હેમલરાજ (40) નામના યુવાનનું બાઈક કોઈ અજાણ્યા જનાવર સાથે અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને તેને ઇજા થતાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા શાંતાબેન વશરામભાઈ કણસાગરા (69) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના બેસીને ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં કાંતિભાઈ દેવજીભાઈ દેગામા (60)ને ઇજાઓ થતા ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબીની સિવિલ હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
