મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામે મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં


SHARE

















ટંકારાના ભૂતકોટડા ગામે મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે રહેતા કનુભાઈ આદિવાસીના પત્ની રેખાબેન (35)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ મહિલાને સારવાર આપ્યા બાદ પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જો કે, બનાવ ટંકાર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ગ્રેફાઇટ સીરામીક પાસેથી બાઈકમાં બેસીને હેમીબેન રાજેશભાઈ વરાણીયા (42) નામના મહિલા મોરબીના હાઉસિંગ બોર્ડ તરફ આવી રહ્યા હતા ત્યારે શોભેશ્વર રોડ ઉપર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

બાઇક સ્લીપ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી મનોજભાઈ શશીકાંતભાઈ સોલંકી (41) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું અને યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં જૂની પીપળી ગામ પાસે આવેલ ગજાનંદ પાર્કમાં રહેતા બળદેવભાઈ પ્રતાપભાઈ ગોહેલ (42) નામનો યુવાન બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં તેનું બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News