ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ફિનાઈલ પી ગયેલ યુવાન સારવારમાં


SHARE

















મોરબીમાં ઘરે ફિનાઈલ પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીમાં લાતી પ્લોટ પાસે જોન્સનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ વિસ્તાર પાસે આવેલ જોન્સનગરમાં રહેતા આવેશ અબ્દુલભાઈ પીઠડીયા (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઇલ પી લીધું હતું જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાંથી પાયલબેન રમેશભાઈ સુથાર (19) નામની યુવતી ગત તા. 13/8 ના રોજ ગુમ થયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી પતો ન લાગતાં તેના પરિવાર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી દરમિયાન ગુમ થયેલ યુવતી તા. 29/8 ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ હતી અને તેને પ્રેમ સંબંધ હોય રાકેશ પ્રકાશભાઈ ધાંગધરીયા રહે. પુષ્કરધામ સોસાયટી વાળાની સાથે લગ્ન કરી લીધેલ હોવાનું જણાવ્યુ હતું જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના કેનાલ રોડ ઉપર બોરીયા પાટી પાસે રહેતા અનિલભાઈ ધનજીભાઈ પરમાર (25) નામનો યુવાન રવાપર રેસીડેન્સી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા. આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ગૌરીબેન પ્રભુભાઈ બાવરવા (63) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને નરસંગ ટેકરી મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઈજા પામેલા ગૌરીબેનને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા

બાઇક સ્લીપ

મોરબીના રાજપર ગામે રહેતા પ્રજ્ઞાબેન જયેશભાઈ રંગપરિયા (43) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીની અવની ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે પ્રજ્ઞાબેનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા. તો કેનાલ રોડ ઉપર રહેતા ગૌરીબેન ગણેશભાઈ રૈયાણી (66) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને સત્યમ સ્કુલ પંચાસર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે ગૌરીબેનને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News