મોરબી જિલ્લામાં ત્રણ દિવસના મેઘ વિરામ બાદ ફરી વરસાદી માહોલ: હળવદમાં 41 મીમી વરસાદ
SHARE
મોરબી જિલ્લામાં ત્રણ દિવસના મેઘ વિરામ બાદ ફરી વરસાદી માહોલ: હળવદમાં 41 મીમી વરસાદ
મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને સવારના ચાર કલાકની વાત કરીએ તો સૌથી વધુ હળવદ તાલુકામાં 41 મીમી જેટલો વરસાદ નોંધાયેલ છે. અને હજુ પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ હોય આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. જેથી કરીને મેઘરાજા હજુ પણ બઘડાટી બોલાવે તેવો માહોલ છે.
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગત સોમવાર અને મંગળવારે પુર હોનારત જેવી પરિસ્થિતિ હતી અને એક સપ્તાહ પછી આજે મંગળવારે ફરી પાછો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાતથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગત પ્રમાણે સવારે 6:00 થી 10:00 વાગ્યા સુધીના સમયમાં હળવદ તાલુકામાં 41 મીમી, માળિયા તાલુકામાં 25 મીમી, વાંકાનેર તાલુકામાં 12 મીમી, મોરબી તાલુકામાં 7 મીમી અને ટંકારા તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયેલ છે અને હજુ પણ આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે. જેથી મેઘરાજા ગમે ત્યારે બઘડાટી બોલાવે તેવો માહોલ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં જોવા મળી રહ્યો છે.