મોરબી જિલ્લામાં ત્રણ દિવસના મેઘ વિરામ બાદ ફરી વરસાદી માહોલ: હળવદમાં 41 મીમી વરસાદ
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ: દુષ્કર્મની કલમનો ઉમેરો કરાશે
SHARE









મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ: દુષ્કર્મની કલમનો ઉમેરો કરાશે
મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે સગીરા અને આરોપી બને મેમદાવાદ ખાતે હોવાની મોરબી તાલુકા પોલીસને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જઈને સગીરાને કબજામાં લીધી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતાને મજૂરી કામ કરતાં પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તેવામાં આરોપી અને સગીરા બંને ખેડા જિલ્લાના મેમદાવાદ ખાતે હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને સ્થળ ઉપરથી સગીરાને કબજામાં લીધી હતી અને આરોપી સુરેશગીરી સુખદેવગીરી ગોસાઈ જાતે બાબાજી (23) રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સગીરાના મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે જો કે, સગીરાએ આપેલા નિવેદન આધારે અગાઉ નોંધાયેલ અપહરણના ગુનામાં હવે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવશે.
બાળક સારવારમાં
મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા અને મજૂરી કામ કરતાં બાદલભાઈ સોરેનનો ત્રણ વર્ષનો દીકરો પવિત્ર ત્યાં વાડીએ હતો ત્યારે ગરમ પાણી માટે દાજી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે, અને આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીમાં રહેતા હિંમતભાઈ ધરમશીભાઈ અઘારા (55) નામના આધેડ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ મામા કાંટા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનો બાઈક સ્લીપ થયુ હતું જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે બાઈક સ્લીપ થવાની બીજી ઘટનામાં પટેલ વનીતાબેન માવજીભાઈ (73) નામના મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
