ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ
મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ
SHARE
મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ. પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયુ છે તેનો તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે તેઓને વળતર આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને સર્વેમાં વિલંબ થાય તેવી શક્યતા છે જેથી કરીને ઝડપથી સર્વે કરીને ખેડૂતને જે બે હેકટરની નુકસાનની મર્યાદામાં વળતર આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અંતમાં આપના આગેવાનોએ કહ્યું હતુ કે, આ સરકારમાં ખેડૂતો સાથે અન્યાય થતો આવ્યો છે ત્યારે ખેડૂતોને આ વખતે ન્યાય આપવામાં આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.