મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

ટંકારા: પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન


SHARE













ટંકારા: પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

5 સપ્ટેમ્બર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ તકે મોરબી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં પીએમ શ્રી સજનપર પ્રા. શાળામાં ફરજ બજાવતા અને હાલમાં જ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થયેલ દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને ટંકારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ટંકારા તાલુકાના તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, સીઆરસી શૈલેષભાઇ સાણજા તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તે ઉપરાંત શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તેમજ તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભારતીબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.




Latest News