મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી ગણેશશોત્સવ દરમ્યાન દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવા વીજ કંપનીના અધિકારીની લોકોને અપીલ


SHARE





























મોરબી ગણેશશોત્સવ દરમ્યાન દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવા વીજ કંપનીના અધિકારીની લોકોને અપીલ

મોરબી પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા ગણેશોત્સવને ધ્યાને રાખીને લોકોને અપીલ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને એલટી તેમજ ૧૧ કેવી હાઈ ટેન્શન લાઈન ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. જેથી ગણેશ મૂર્તિના આવકાર કે વિસર્જન દરમિયાન પી.જી.વી.સી.એલ લાઈનની નીચેથી વધુ ઊંચાઈવાળી મૂર્તિ લઈ જવી નહિ. અને પી.જી.વી.સી.એલ. લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈ પણ વસ્તુથી લાઈન ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહિ. 

ગણેશ મૂર્તિના આગમન પહેલા, પ્રજા, મંડળો, આયોજકોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો પી.જી.વી.સી.એલ.ની સંબધિત કચેરીનો સંપર્ક કરી, રસ્તામાં આવતી વીજ લાઈનની ઊંચાઈની ખરાઈ કર્યા પછી તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિને સલામત અંતરેથી લઈ જવી, પી.જી.વી.સી.એલ. વીજ લાઈનના ઇન્ડકશન ઝોનમાં આવવાથી પ્રાણઘાતક કે બિન- પ્રાણઘાતક અકસ્માતની સંભાવના રહેલી છે. જેથી ગણેશજીની મૂર્તિ, લાઈનથી સલામત અંતર રાખી જે તે લાઈન નીચેથી જ પસાર કરવી જોઈએ જેની ખાસ તકેદારી રાખવી. ગણેશ મૂર્તિનાં પંડાલ-મંડપ ઈલેકટ્રીકલ નેટવર્ક (૧૧ કેવી વીજ લાઈન), વીજ ટ્રાન્સફર્મર વગેરેથી સલામત અંતરે રાખવા જરૂરી છે. અન્યથા વીજ અકસ્માતની સંભાવના રહેલી છે. 

તેમજ ભારે મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, હાઈડ્રોલીક ડમ્પર તથા ઉંચાઈવાળા ભારે વાહનોને વીજ લાઈનની નીચે નજીક ઉભા રાખવા નહીં. અનિવાર્ય સંજોગોમાં વીજ પુરવઠાની ફરિયાદ સંબંધે પોતાના વિસ્તારની પેટા વિભાગીય કચેરીના ફરિયાદ નિવારણ કેન્દ્ર તેમજ ૧૯૧૨૨ ઉપર જાણ કરવા ડી.આર.ઘાડીયા (અધિક્ષક ઈજનેર) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
















Latest News