મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ


SHARE











મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા છે. તેઓ દ્વારા દરેક પદયાત્રિકો માટે રહેવા અને જમવા તથા મેડિકલ સહિતની તમામ સુવિધા કરવામાં આવે છે આ પદયાત્રાના સેવગણ તરીકે ધનજીભાઈ કાવર, સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, યોગેશભાઈ ઠોરીયા સહિતનાઓનો સમાવેશ થાય છે અને જય અંબે પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબિકા પદયાત્રા સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી છે અને તા 16 સપ્ટેમ્બરના રોજ આ પદયાત્રા અંબાજી મંદિરે પહોંચશે. ત્યાર બાદ ત્યાં અંબાજી માતાજીનાં દર્શન કરીને બાવન ગજની ધજા ચડાવશે.






Latest News