સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે


SHARE

















મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સેવાકાર્ય માટે ખડેપગે રહેતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સામાજિક જવાબદારી નિભાવવાની પરંપરા પણ જાળવી રાખી છે. ત્યારે આગામી 20 જાન્યુઆરીના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 20/01/2025ને સોમવારના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની 21 દિકરીઓના લગ્ન થશે. જેથી માં-બાપ વિનાની દિકરીઓએ વહેલી તકે મો.95860 52226 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાંઆ આવ્યો છે. તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં વર તથા કન્યા પક્ષ તરફથી મંડપમાં 25-25 માણસોની સંખ્યા રહેશે. આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેમણે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પ્રમુખ હેતલબેન પટેલ મો.95860 52226 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News