સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતા સર્જાયેલ ત્રણ વ્યક્તિનો જીવ લેનાર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ


SHARE

















મોરબી નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતા સર્જાયેલ ત્રણ વ્યક્તિનો જીવ લેનાર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ વારલ

મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતાં ડમ્પર તેની સાથે અથડાયું હતું અને વાહન ચાલકે તેના ડમ્પરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જે ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજયાં હતા આ અકસ્માતના બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં સોશયલ મીડિયામાં વાયરલ થયેલ છે.

ગત ઋષિ પાંચમના દિવસે વહેલી સવારે 5:50 વાગ્યાના અરસામાં મોરબીના બંધુનગર ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમા ટાઉનશીપમાં રહેતા પિયુષભાઈ બાબુભાઈ માલવીયાએ ડમ્પર નંબર જીજે 36 ટી 3484 ના ચાલક મૃતક વરુણભાઈ તોલસિંગ વાસ્કલે (30) ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરે છે જો કે, અકસ્માતના આ બનાવના સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે.

અત્રે ઉલેખનીય છેકે, તુષારભાઈ બાબુભાઈ માલવિયા (30) તેના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજા (9) સાથે આર્ટિકા કાર નંબર જીજે 36 એએલ 7520 લઈને મોરબીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે વાંકાનેર બાજુથી મોરબી તરફ આવી રહેલ ડમ્પર ચાલકે તેના ડમ્પરની આડે આખલો આવતા તેની સાથે વાહન અથડાવ્યૂ હતું અને ત્યારબાદ ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી તુસારભાઈની આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો.

આ બનાવમાં તુષારભાઈ માલવિયાનું મોત નિપજ્યું હતું તેમજ ટ્રક ડમ્પરના ક્લીનર મહેશભાઈ અમરસિંહ સિંગાર (23) અને ડમ્પર ચાલક વરૂણભાઇ તોલસિંગ વાસ્કલે (30) આ ત્રણ વ્યક્તિઓના મોત નીપજયાં હતા. અને મૃતક તુષારભાઈના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને આ બનાવમાં મૃતક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી રહી છે તેવામાં ત્રણ વ્યક્તિનો જીવ લેનાર અકસ્માતના આ બનાવના સીસીટીવી ફૂટેજ વારલ થયેલ છે.




Latest News