વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ માટે જિજ્ઞાસાબેન મેરની રજૂઆત
મોરબીમાં ચોરીના ગુનામાં પકડાયેલા ચોકીદારના એપાર્ટમેન્ટના પ્રમુખની સામે ગુનો નોંધીને કાર્યવાહી !
SHARE
મોરબીમાં ચોરીના ગુનામાં પકડાયેલા ચોકીદારના એપાર્ટમેન્ટના પ્રમુખની સામે ગુનો નોંધીને કાર્યવાહી !
મોરબીના જુદાજુદા એપાર્ટમેન્ટમા ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરતાં માણસોની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો પણ ઘણા એપાર્ટમેન્ટમા ઘરઘાટી કે ચોકીદારની માહિતી પોલીસને આપવામાં આવેલ નથી તેવામાં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી જેમાં એપાર્ટમેન્ટના ચોકીદારની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવેલ છે અને તે શખ્સ જે એપાર્ટમેન્ટમાં કામ કરતો હતો ત્યાંના પ્રમુખ તેની માહિતી પોલીસને આપેલ ન હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એપાર્ટમેન્ટના પ્રમુખની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં આવેલ માણેક સોસાયટીમાં ચોરની ઘટના બની હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખેલ છે અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી પંકજ બિશેભાઇ (અટક) ઢોલી (28) ધંધો ચોકીદાર રહે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં મોરબી મુળ રહે. રાકુ(શીરવાડી) ગાવ, પંચદેવલ વિનાયકનગર (નગરપાલીકા) જી. અચ્છામ(નેપાળદેશ) વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં બે આરોપીને પકડવાના બાકી છે જો કે, જે આરોપીને પોલીસે ચોરીના ગુનામાં પકડ્યો છે તે વિરાટ-એ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં રહી ચોકીદારી તેમજ સાફ સફાઇનુ કામ કરતો હતો જો કે, વીરાટ-એ એપાર્ટમેન્ટના પ્રમુખે પકડાયેલ આરોપીની માહીતી સબંધીત પોલીસ સ્ટેશન ખાતે આપેલ ન હતી જેથી કરીને એપાર્ટમેન્ટના પ્રમુખ ઓધવજીભાઈ લીંબાભાઈ સુવારીયા રહે. બોનીપાર્ક રવાપર રોડ વિરાટ પેલેસ-એ ફ્લેટ નં.૨૦૪ મોરબી વાળા સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમા જે લોકોએ એપાર્ટમેન્ટ અથવા તો કારખાનાઓમાં ઘરઘાટી કે ચોકીદાર રાખેલ છે તેની માહિતી ઘરઘાટી ફોર્મ સાથે ભરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવા માટે અધિકારીએ જણાવ્યુ છે.