મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE













વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરલા જડેશ્વર રોડ ઉપર આવેલ કારખાનામાં યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ચાવડી ચોક નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવભાઈ દિલીપભાઈ વોરા (22) નામના યુવાને ગત તા. 19/9/2024 ના રોજ પોતે પોતાના જડેશ્વર રોડ ઉપર આવેલ સિંગદાણાના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 9/9/2024 ના રોજ તેનું મોત નીપજયું હતું જેથી આ અંગેની જાણ રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સોનલબેન અરજણભાઈ કુંભરીયા (41) નામના મહિલા પગપાળા ચાલીને રામદેવપીરના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તો ઓળંગી રહેલા સોનલબેનને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ધનજીભાઈ મોતીભાઈ કંઝારીયા (61) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ મંદિર પાસે તેઓ બાઈકમાંથી પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.






Latest News