વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
માળિયા (મી)માં મચ્છુ નદીના રેલવે બ્રિજ ઉપરથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE
માળિયા (મી)માં મચ્છુ નદીના રેલવે બ્રિજ ઉપરથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું
માળિયામાં મચ્છુ નદીના રેલવે બ્રિજ ઉપરથી યુવાને નીચે નદીમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું અને તે યુવાનના બોડીને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણાના ધરમનગર (નવાગામ) ખાતે રહેતા પ્રકાશભાઈ લખમણભાઇ ધામેચા (42) નો દીકરો જયેશભાઈ પ્રકાશભાઈ ધામેચા (19) ગઈકાલે તેનું બાઈક જીજે 36 એકે 1502 માળિયા જામનગર હાઇવે રોડ ઉપર રેઢું મૂકીને માળિયામાંથી પસાર થતી મચ્છુ નદીના રેલવે બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું હતું જેથી નદીના પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.
બાઈક સ્લીપ
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા રાજુભાઈ હરખાભાઈ જખવાડિયા (36) નામનો યુવાન ઘરેથી બાઈક લઈને ગામમાં જતો હતો ત્યારે ગામમાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જો કે, બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે
બાઇકમાંથી પડી જતાં ઇજા
મોરબીમાં રહેતા વિજયાબેન જીવાભાઇ પરેચા (55) નામના મહિલા રફાળેશ્વરથી તેઓના ઘર તરફ જતા હતા ત્યારે ભડીયાદ નજીક આવેલા કારખાના પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તે મહિલાને સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી