માળિયા (મી)માં મચ્છુ નદીના રેલવે બ્રિજ ઉપરથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટૂંકાવ્યું
ટંકારાની મીતાણા ચોકડી પાસેથી છોટાહાથીના ચોરખાનામાં 480 બોટલ દારૂ લઈને જતાં રાજકોટના બે શખ્સ પકડાયા
SHARE
ટંકારાની મીતાણા ચોકડી પાસેથી છોટાહાથીના ચોરખાનામાં 480 બોટલ દારૂ લઈને જતાં રાજકોટના બે શખ્સ પકડાયા
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ છોટાહાથી વાહનને રોકીને પોલીસ ચેક કરતા તેમાં ડ્રાઇવર અને તેની બાજુની સીટ નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં દારૂની બોટલોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂની નાની 480 બોટલ તેમજ વાહન સહિત કુલ મળીને 1,68,000 ની કિંમતના મુદ્દામાલ સાથે રાજકોટના બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ચોકડી પાસેથી પસાર થતા છોટા હાથી નંબર જીજે 35 ટી 1775 ને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે વાહનમાં ડ્રાઇવરની સીટ અને બાજુમાં સીટમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાની સામે આવ્યું હતું તેને ચેક કરતા તેમાંથી દારૂની નાની 480 બોટલો મળી આવી હતી જેથી કરીને 48000 ની કિંમત તો દારૂ, 1.20 લાખની કિંમતનું વાહન આમ કુલ મળીને 1,68,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અતુલભાઇ ગોરધનભાઈ વેકરીયા (58) રહે. પ્રેમ મંદિર શેરી નં-1 મકાન નંબર 41 રાજકોટ તથા ભાવિનભાઈ હસમુખભાઈ અગ્રાવત (31) રહે. મવડી ચોકડી ધર્મનગર મેઇન રોડ રાજદીપ સોસાયટી શેરી નં-2 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને બંને શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવા માટે જતા હતા તે દિશામાં હવે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના છેતનભાઇ કડવાતર ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
સરાના થાન રોડ ઉપર રહેતા જેઠાભાઇ વાલજીભાઈ (63) નામના વૃદ્ધ સરાથી હળવદ આવતા હતા દરમિયાન રસ્તામાં બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેમને ડાબા હાથમાં ફ્રેક્ચર થતા સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે