એક મુઠ્ઠી મગ સાથે યજ્ઞ: ટંકારાના લખધીરગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની અનોખી ઉજવણી
ભુજ થી અમદાવાદની વચ્ચે કાલથી વંદે મેટ્રો ટ્રેન શરૂ: હળવદ સ્ટેશને ઊભી રહેશે વંદે મેટ્રો ટ્રેન
SHARE
ભુજ થી અમદાવાદની વચ્ચે કાલથી વંદે મેટ્રો ટ્રેન શરૂ: હળવદ સ્ટેશને ઊભી રહેશે વંદે મેટ્રો ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે.
આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અને આ ટ્રેન 12 કોચવાળી ટ્રેન હશે. તેવું અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યુ છે.
આ ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ જે ટ્રેન સેવા ભુજથી 16.05 કલાકે ઉપડશે અને 22.15 કલાકે અમદાવાદ પહોંચશે. અને રસ્તમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે. આવી જ રીતે અમદાવાદ- ભુજ વંદે મેટ્રો તા 17 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (શનિવાર સિવાય) અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને 23:10 કલાકે ભુજ પહોંચશે. અને ભુજ-અમદાવાદ વંદે મેટ્રો 18 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (રવિવાર સિવાય) ભુજથી 05.05 કલાકે ઉપડશે અને 10:50 કલાકે અમદાવાદ પહોંચશે.