ભુજ થી અમદાવાદની વચ્ચે કાલથી વંદે મેટ્રો ટ્રેન શરૂ: હળવદ સ્ટેશને ઊભી રહેશે વંદે મેટ્રો ટ્રેન
મોરબીની ઉમા ટાઉનશીપમાં ઘર કંકાસને પગલે ફ્લેટમાં યુવાનને ન કરવાનું કરી નાખ્યું
SHARE









મોરબીની ઉમા ટાઉનશીપમાં ઘર કંકાસને પગલે ફ્લેટમાં યુવાનને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ ખાતે ફ્લેટમાં રહેતા અને મૂળ જામજોધપુરના વતની યુવાને ઘર કંકાસના પગલે તેના ઘરમાં પંખામાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના જામજોધપુરના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં આવેલ સ્વસ્તિક હોમમાં ફલેટમાં રહીને અહીં સીરામીકમાં કામકાજ કરતા કરણભાઈ સુરેશભાઈ કંટારીયા જાતે પટેલ નામના ૩૦ વર્ષના યુવાને ગઈકાલ તા.૧૪-૯ ના રાત્રીના નવેક વાગ્યા પહેલા કોઈપણ સમયે તેઓના ઘરે ફ્લેટમાં પંખામાં પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળેટૂંપો ખાઈ લીધો હતો.જેથી કરીને કરણભાઈ પટેલ નામના યુવાનનું મોત નીપજયુું હતું.બનાવને પગલે મયંક રાજેશભાઇ ભુત રહે.ઉમા ટાઉનશીપએ પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા તપાસ માટે પહોંચ્યા હતા.તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક પરણીત હતા, એક દીકરી છે અને મૂળ જામજોધપુરના વતની છે.અહીં સિરામિકમાં કામકાજ કરીને રહેતા હતા અને પ્રાથમિક માહિતી મુજબ પત્ની સાથેના ઘર કંકાસના પગલે યુવાને અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજયું હતું.
ફિનાઇલ પી લીધું
મોરબીના લાતી પ્લોટ શેરી નં-5 માં રહેતા કાજલબેન ગણેશભાઈ ચૌહાણ (24) નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો રાહુલ ભવનભાઈ વાઘેલા (22) નામનો યુવાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેના ભાગમાં ઊભેલ હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

