મોરબીમાં રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ: રાજપૂત કરણી સેના
SHARE
મોરબીમાં રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ: રાજપૂત કરણી સેના
મોરબીમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે મોરબીના લીલપર ગામ બાજુ જવાનો રસ્તો ભંગાર છે જેથી કરીને મોરબી તાલુકા રાજપૂત કરણી સેનાના તાલુકા પ્રમુખ મોરબીમાં રોડ નહીં બનાવવામાં આવે તો ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજપૂત કરણી સેના મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, મોરબીના જેલ ચોક થી લિલાપર ચોકડી સુધી નો રસ્તો કમર તોડી નાખે તેવો અને જીવલેણ સાબિત થાય તેવો છે તેમ છતાં પણ તેને રીપેર પણ કરવામાં આવતો નથી અને થોડા દિવસ પહેલા જ લિલાપર રોડ ઉપર એક પુલિયું ધરાશાઈ થઈ ગયું છે જેથી લોકોને હાલમાં હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કેટલા સમય સુધી લોકોને હેરાન થવું પડશે તે સવાલ ઉઠી રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જો કોઈ પ્રેગનેટ બહેનને ત્યાં થી હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવો રસ્તો છે અને લોકોને જો ત્યાંથી રોજ પસાર થવાનું રહેતું હોઈ તો થોડા દિવસોમાં કમરનો દુખાવો પણ થઈ જાય એવી બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે. ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત વર્ગના છે એટલે એમના સાથે આવો ભેદભાવ રાખવામા આવે છે તેવો પણ કટાક્ષ કરેલ છે. ત્યારે હવે જો રોડની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો બધા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરશે અને ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.