મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું નજીક હરિઓમ પાર્કમાં એક જ ઘરમાં જુગાર રમતા 26 શખ્સ 3.18 લાખની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના ઘૂટું નજીક હરિઓમ પાર્કમાં એક જ ઘરમાં જુગાર રમતા 26 શખ્સ 3.18 લાખની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ઘરધણી સહિત કુલ 26 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3,18,000 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શીવાભાઈ કાલરીયાના મકાનમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી રમેશભાઈ પ્રભુભાઈ કાલરીયા (53) રહે. હરિઓમ પાર્ક મોરબી, પરેશભાઈ વાલજીભાઈ ફુલતરીયા (41) રહે. જીવન જ્યોત સોસાયટી મોરબી, મહેન્દ્રભાઈ સવજીભાઈ કાવઠીયા (40) રહે. મહેન્દ્રનગર, વિશાલભાઈ નંદલાલ કાલરીયા (35) રહે. હરિઓમ પાર્ક મોરબી, ચિરાગભાઈ રમેશભાઈ ત્રેટીયા (28) રહે. વસ્ત્રાલ અમદાવાદ, હર્ષદભાઈ રમેશભાઈ રાણીપા (32) રહે. ઓમ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી, ધવલભાઈ ઇશ્વરભાઇ કૈલા (23) રહે. હરિગુણ સોસાયટી મહેન્દ્રનગર, પિયુષભાઈ પરસોત્તમભાઈ બોડા (40) રહે. હરિઓમ પાર્ક સોસાયટી મોરબી, અમિતભાઈ મણીલાલ રાજપરા (30) રહે. હરીકુંજ સોસાયટી મહેન્દ્રનગર, મણીલાલ ચતુરભાઈ કુંડારીયા (43) રહે. શ્રીજી હાઈટસ એસપી રોડ મોરબી, કાંતિલાલ વાલજીભાઈ કાલરીયા (53) રહે. ઉમિયાનગર હળવદ, રાજેશભાઈ ચંદુભાઈ કાલરીયા (37) રહે. ઉમિયાનગર હળવદ, મનસુખભાઈ રૂગનાથભાઈ નંદાણીયા (47) રહે નસીતપર ટંકારા,  શૈલેષભાઈ ભગવાનભાઈ સાણંદિયા (47) રહે. જનકનગર મોરબી, રવિભાઈ જયંતીભાઈ કાલરીયા (30) રહે. ઉમિયાનગર ટંકારા, ભાવિકભાઈ પ્રવીણભાઈ ઓરીયા (32) રહે. વૃંદાવન પાર્ક મોરબી, પરેશભાઈ સુંદરજીભાઈ પટેલ (40) રહે. ટંકારા, નિલેશભાઈ ઠાકરશીભાઈ અઘારા (30) રહે. મહાવીર હાઇટસ નાની કેનાલ મોરબી, સાગરભાઇ લવજીભાઈ અઘારા (29) રહે. નાની કેનાલ બજરંગ સોસાયટી મોરબી, રામજીભાઈ ભગવાનભાઈ વરમોરા (43) રહે. હરિઓમ પાર્ક મોરબી, જગદીશભાઈ પ્રભુભાઈ અઘારા (29) રહે. જેતપર, હરેશભાઈ ગણેશભાઈ મંડાણી (34) રહે. રામનગર નાના રામપર, જનકભાઈ અરજણભાઈ મેરજા (34) રહે. નિરવ પાર્ક પંચાસર રોડ મોરબી, બ્રિજેશભાઈ અમૃતલાલ કૈલા (30) રહે. મહેન્દ્રનગર, અમૃતભાઈ મહાદેવભાઇ સીતાપરા (46) રહે. ઓમ પાર્ક ઘુટુ રોડ મોરબી અને પિયુષભાઈ રણછોડભાઈ પટેલ (32) રહે. એસપી રોડ આઈ શ્રી હાઈટસ એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 3,18,000 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News