મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

વાંકાનેરમાં મિત્રની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા બંને આરોપીએ કપડાં સળગાવી દીધા: રિમાન્ડ લેવા તજવીજ


SHARE













વાંકાનેરમાં મિત્રની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા બંને આરોપીએ કપડાં સળગાવી દીધા: રિમાન્ડ લેવા તજવીજ

વાંકાનેરના સરઘરકા ગામ પાસે ચેકડેમમાંથી યુવાનની ડેડબોડી મળી આવી હતી તે બાબતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં વાંકાનેર રેલવે સ્ટેશન નજીક મૃતક યુવાને તેના મિત્રો સાથે હતો ત્યારે ત્યાં ગાળો આપવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને માથાના ભાગે કડુ મારીને ઇજા કરી હતી અને બળજબરીથી તેને બાઈક ઉપર બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા ત્યારબાદ અવાવરુ જગ્યાએ લઈ જઈને તેને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ યુવાનના મૃતદેહને સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં ફેંકી દેવામાં આવી હતી આટલું નહીં પરંતુ આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો અને પોતાના લોહી વાળા કપડાને દળગાવી નાખ્યા હતા જોકે પોલીસ દ્વારા હાલમાં હત્યાના આ બનાવમાં બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના શક્તિપરા રબારીવાસમાં રહેતા સવિતાબેન જીવાભાઇ મકવાણા (50) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી રહે. બંને શક્તિપરા વાંકાનેર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છેકે, તેનો દીકરો રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (26) રહે. શક્તિપરા વાંકાનેર વાળા સાથે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભીને બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે ફરિયાદીના દીકરાને ગાળો આપીને માથાના ભાગે માર માર્યો હતો અને ત્યારબાદ તેને બળજબરીથી બાઈક ઉપર બેસાડીને ત્રણ સવારીમાં લઈ ગયા હતા. અને અવાવરું જગ્યાએ લઈ જઈને ત્યાં રાજેશભાઈ સોલંકીને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા માર્યા હતા જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં ફેંકી ગયા હતા અને હત્યાના આ બનાવમાં પુરાવાનો નાશ કરવા માટેનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે હત્યાના આ ગુનામાં હાલમાં બંને આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જેમલભાઈ ભૂંભરીયા (40) અને ભાવેશભાઈ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી (24) રહે. બંને શક્તિપરા હસનપર વાળાની ધરપકડ કરેલ છે અને ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક નંબર જીજે 36 એડી 6362 જેની કિંમત 35,000 તે બાઈકને પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન બંને આરોપીઓને ગાળો આપતો હતો જે બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે તેને જીતુ રબારીએ તેના હાથમાં પહેરેલ કડુ માથાના ભાગે માર્યું હતું અને ત્યારબાદ તેને અપહરણ કરીને લઈ ગયા હતા જોકે મૃતક યુવાન જે તે સમયે જીવતો હોવાનું આરોપીને લાગ્યું હતું જેથી તેને પથ્થર વડે માથાના ભાગે માર મારીને તેનું મોત નિપજાવ્યું હતું અને સરધારકા રોડ ઉપર પાણીના ખાડામાં તેઓ મૃતકના ડેડબોડીને ફેકવા જતા હતા પરંતુ ત્યાં આજુબાજુમાં મકાન હોવાનું જાણવા મળતા ત્યાંથી આગળ આવેલ ચેકડેમ ખાતે લાશ લઈ જઈને ત્યાં પાણીમાં લાશને ફેંકી દીધી હતી ત્યારે ત્યારબાદ આરોપીઓએ પહેરેલા કપડાં ઘરેથી બીજા કપડાં લાવીને બદલાવી નાખ્યા હતા અને બનાવો વખતે આરોપીઓએ પહેરેલા લોહીવાળા કપડાં તેણે સળગાવી નાખેલ છે તેવી આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત આપેલ છે હાલમાં હત્યાના આ બનાવમાં પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટે થઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે




Latest News