મોરબીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા રક્તદાન કરાયું
વાંકાનેરની જામસર ચોકડી પાસે બેલાની ખાણમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE
વાંકાનેરની જામસર ચોકડી પાસે બેલાની ખાણમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે આવેલ પેપરમીલ નજીક બેલાની ખાણમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે આવેલ પેપરમીલની સામેના ભાગમાં ખાણમાં રહેતા અને કામ કરતા નીરજકુમાર વિજયકુમાર ગૌતમ (30) નામના યુવાનને બેલાની ખાણમાં હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વરલી જુગાર
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસ 350 રૂપિયાની રોકડ સાથે અશરફભાઈ સદરૂદિનભાઈ પીપરવાડિયા (29) રહે. નવાપરા સંધિ સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.