વાંકાનેરની જામસર ચોકડી પાસે બેલાની ખાણમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
ટંકારાના સજનપર ગામે ઘરમાં જુગાર રમતા આઠ શખ્સો 3.89 લાખની રોકડ સાથે પકડાયા
SHARE
ટંકારાના સજનપર ગામે ઘરમાં જુગાર રમતા આઠ શખ્સો 3.89 લાખની રોકડ સાથે પકડાયા
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા 8 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3.89 લાખની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સજનપર ગામે રહેતા રાજેશભાઈ સિણોજીયાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુગાર રમતા ઘરધણી રાજેશભાઈ ભગવાનજીભાઈ સિણોજીયા (45) ઉપરાંત મનોજભાઈ જેરામભાઈ વિરમગામા (37) રહે. નેસડા સુરજી, મહેન્દ્રભાઈ વેલજીભાઈ સિણોજીયા (36) રહે. સંકલ્પ પ્લસ એપાર્ટમેન્ટ જ્યોતિ પાર્ક રવાપર રોડ મોરબી, નરેન્દ્રભાઈ હસમુખભાઈ જીવાણી (30) રહે. વૈભવ લક્ષ્મી શેરી નં-3 ઉમિયા સોસાયટી રવાપર રોડ મોરબી, જયંતીભાઈ વશરામભાઈ બરાસરા (52) રહે. સજનપર, મહેન્દ્રભાઈ હરજીભાઈ રંગપરિયા (42) રહે. ઘુનડા, સલીમભાઈ સદરૂદિનભાઈ બખતરીયા (52) રહે ઘુનડા અને જયંતીભાઈ ત્રીકમજીભાઈ રંગપરિયા (45) રહે. બી એપાર્ટમેન્ટ 303 શક્તિ ટાઉનશીપ રવાપર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 3.89 લાખની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
દેશી દારૂ
ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ ફનવર્ડ કારખાના પાછળ દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 18 લિટર દારૂના જથ્થા સાથે બાઈક નંબર જીજે 3 એકયું 5471 મળી આવ્યું હોય પોલીસે 360 રૂપિયાની કિંમતનો દારૂ તથા 10,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 10,360 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપી હાજર ન હોય વિપુલભાઈ નારુભાઈ વાજવેલિયા રહે. જારીયા તાલુકો રાજકોટ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.