મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબીમાં રહેતા સાળાએ બનેવી સામે કરેલ ફરિયાદ પછી ખેંચીને સમાધાન કરવાની ના પડતાં તેના પિતાને 6 શખ્સોએ ધારિયા-ધોકાથી ટંકારામાં માર માર્યો


SHARE













મોરબીમાં રહેતા સાળાએ બનેવી સામે કરેલ ફરિયાદ પછી ખેંચીને સમાધાન કરવાની ના પડતાં તેના પિતાને 6 શખ્સોએ ધારિયા-ધોકાથી ટંકારામાં માર માર્યો

મોરબીમાં રહેતા વૃદ્ધના દીકરાએ તેના બનેવી સામે ફરિયાદ કરેલ છે જે ફરિયાદમાં સમાધાન કરી લેવા અને ફરિયાદ એક પાછી ખેંચી લેવા માટે તેને દબાણ કરવામાં આવતું હતું અને સમાધાન કરવાની વૃધ્ધે ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને તેને ગાળો આપવામાં આવી હતી અને ધોકા તેમજ ધારિયા વડે માર માર્યો હતો જેથી કરીને વૃદ્ધને માથામાં ટાંકા આવ્યા હતા અને તેનું બાઇક લેવા માટે ગયેલા વ્યક્તિને પણ માર માર્યો હતો જેથી તેને પણ સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા વૃદ્ધે હાલમાં તેના ઉપર થયેલ હુમલા બાબતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મચ્છુનગર ખાતે રહેતા ભીખાભાઈ સોમાભાઈ સિંધવ જાતે સરાણીયા (60)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ ચૌહાણ, જીગો ગુલમામદ ચૌહાણ, અમીત ગુલમામદ ચૌહાણ અને ટીકુ કમાભાઈ ચૌહાણ રહે. બધા ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ટંકારાની ખીજડીયા ચોકડી પાસે હતા ત્યારે તેના દીકરા બાબુભાઈએ તેના બનેવી નવઘણભાઈ કિશોરભાઈ પરમાર રહે. વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જે બાબતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ દ્વારા ફરિયાદી પાસે આવીને તેના દીકરા બાબુભાઈને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે અને સમાધાન કરી લેવા માટે તેને દબાણ કરવામાં આવતું હતું ત્યારે ફરિયાદીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ગુલમામદ ચૌહાણ દ્વારા ફરિયાદી વૃદ્ધને ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમજ દેવાભાઈ ચૌહાણએ ફરિયાદીને માથાના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર્યો હતો.

ત્યારબાદ ભોગ બનેલા વૃદ્ધનું બાઈક ટંકારાની ખીજડીયા ચોકડી પાસે પડ્યું હોય તે લેવા માટે ભાવેશભાઈ રમેશભાઈ ગયા હતા ત્યારે તેને જીગો ચૌહાણ અને અમિત ચૌહાણ નામના બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદી તથા ભાવેશભાઈને માથાના ભાગે ઇજા થયેલ હોય તે બંનેને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને બંને ભોગ બનેલા વ્યક્તિઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે.




Latest News