મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી


SHARE













મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી

મોરબી તાલુકાના ખાનપરના રહેવાસી યુવાને પોતાના ઘરની પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 17,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે આવેલ લક્ષ્મીનગર સોસાયટી કેશવ હાઇટ્સમાં રહેતા કલ્પેશભાઈ કેશવજીભાઈ જીવાણી (38)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી તાલુકાના ખાનપર ગામે તેણે પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 એચડી 2771 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 17,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઇ હોવાની ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News