મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે


SHARE















મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા મોરબી અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી બગથળા ગામે પટેલ સમાજવાડી ખાતે તા.૨૦/૯ ના સવારના ૦૯:૦૦ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ૧૮ થી ૬૫ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. હોય તેવી કોઈ પણ વ્યક્તિ, હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તેવી વ્યક્તિ દર ત્રણ મહીને રક્તદાન કરી શકે છે. દાન તો ગુજરાતીના લોહીમાં જ છે, તો લોહીનું દાન કેમ નહિ ? જેથી રક્તદાન કરો,રક્તદાન કરાવો, કોઈનું જીવન બચાવવા સહયોગી બનો.ની ઉક્તિને સાર્થક કરવા જરૂરથી રક્તદાન કરીએ.

બગથળા  ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોવાથી દરેક ગામમાંથી લોકોને રક્તદાન કરવા અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્ય ને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.






Latest News