મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા


SHARE













હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા

હળવદ તાલુકાનાં પ્રતાપગઢ પાસે રાતના સમયે અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં બંધ પાછળ ટ્રકની પાછળના ભાગમાં એસટીની બસ અથડાઇ હતી જેથી કરીને બસમાં બેઠેકા ૧૦ થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા થયેલ હતી.

મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં પ્રતાપગઢ પાસે હાઇવે ઉપર અકસ્માત થયો હતો ત્યારે મોડી રાત્રીના સમયે બંધ પડેલ ટ્રકની પાછળ એસટી બસ ધૂસી ગયેલ હતી અને તે બસમાં બેઠેલા મુસાફરો તેમજ ડ્રાઈવર સહિત કુલ મળીને ૧૦ જેટલા લોકોને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હળવદ અને સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા વધુમાં મળી રહેલ માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાં દક્ષાબેન મનીષભાઈ, પટેલ અશોકભાઈ નારણભાઈ, કોકિલાબેન રાજુભાઈ, ભરતકુમાર શનાભાઈ પટેલ, તુલસીભાઈ પરબતભાઇ પટેલ, સંજય મનસુખભાઇ ડાભી, માનસિંગ પુનાભાઈ પરમાર, લક્ષ્મીબેન મનીષભાઈ વિગેરેનો સમાવેશ થાય છે.

અત્રે ઉલેખનીય છે કે, આણંદથી મુન્દ્રા તરફ એસટીની સ્લીપર કોચ બસ નંબર જીજે 18 ઝેડ 9509 જય રહી હતી ત્યારે હળવદ હાઇવે પર બંધ પડેલ ટ્રક પાછળ એસટી બસ અથડાઇ હતી જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ૧૦ થી વધુ લોકોને ઈજા થયેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થેલ પહોચી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News