મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન


SHARE





























ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન

મોરબીના મકનસર ગામ પાસે આવેલ રેલ્વે સ્ટેશનથી પસાર થતી બે ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેન બંધ થઈ ગયેલ હતી જેથી કરીને મુસાફરો વચ્ચે રજડી પડ્યા હતા અને વારંવાર ડેમુ ટ્રેન મોરબીથી બંધ થતા થતા આજે સવારે વાંકાનેર સુધી પહોંચેલ હતી તેમ છતાં પણ વાંકાનેરથી આ ટ્રેનને પાછી મોરબી તરફ આવવા માટે રવાના કરવામાં આવી હતી ત્યારે મકનસર ગામ પાસે આ ટ્રેન રેલ્વે સ્ટેશન ઉપર બંધ થઈ જવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરોની તો ટ્રેન પણ ચૂકાઈ ગઈ હોવાની માહિતી જાણવા મળી રહી છે.

મોરબી અને વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હોય છે અને તે ડેમુ ટ્રેન મારફતે મોરબી થી વાંકાનેર અને વાંકાનેર થી મોરબી સુધી મુસાફરો આવતા જતા હોય છે અને ઘણા લોકોને વાંકાનેર રેલવે સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેન પકડવી હોય તો તે ડેમુનો ઉપયોગ કરીને વાંકાનેર  રેલવે સ્ટેશન ખાતે પહોંચતા હોય છે જોકે ડેમુ ટ્રેન અવારનવાર ધાંધીયા કરતી હોવાના કારણે મુસાફરો અગાઉ અનેક વખત હેરાન થયા છે તેવી જ રીતે આજે સવારથી ડેમુ ટ્રેન ધાંધિયા કરી રહી હોવાની માહિતી મુસાફરો પાસેથી જાણવા મળી રહી છે અને મળતી માહિતી મુજબ હાલમાં 9:30 વાગ્યે વાંકાનેર થી ઉપડીને મોરબી તરફ આવી રહેલ ડેમુ ટ્રેન કોઈ કારણોસર મકાનસર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગઈ હતી જેથી કરીને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે સવારે 6:00 વાગ્યે મોરબીથી ડેમુ ટ્રેનને વાંકાનેર તરફ મોકલવામાં આવી હતી ત્યારે રસ્તામાં ત્રણ વખત આ ડેમુ ટ્રેન બંધ થઈ ગઈ હતી અને માંડ માંડ ડેમુ ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન સુધી પહોંચી હતી તેમ છતાં તેમાં યોગ્ય રીપેરીંગ કામ કરીને પુન વાંકાનેરથી મોરબી તરફ મોકલવાના બદલે વાંકાનેરથી આ ટ્રેનને મોરબી તરફ રવાના કરવામાં આવી હતી અને દરમિયાન તે ટ્રેન પોણા દસ વાગ્યાના અરસામાં મકનસર ગામ પાસે રેલ્વે સ્ટેશન ખાતે બંધ થઈ ગઈ હતી. જેથી કરીને વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે 6:00 વાગ્યે જે ડેમુ ટ્રેન વાંકાનેર તરફ જઈ રહી હતી તે ડેમુમાં બેસીને જઈ રહેલા મુસાફરોમાંથી ઘણા મુસાફરોને ઇન્ટરસિટી તથા સૌરાષ્ટ્ર મેલમાં આગળની મુસાફરી કરવી હતી પરંતુ ડેમુ ટ્રેન બંધ થવાના કારણે તેઓ સમયસર ત્યાં ન પહોંચી શક્યા જેથી કરીને આ મુસાફરોની ટ્રેન ચૂકવાઇ ગઈ હતી.
















Latest News