મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મારી અને મારા દીકરાની છબી ખરડાઈ તે માટે ગણેશ વિસર્જન પછી ડીવાયએસપીએ દગો કરીને ફરિયાદી નોંધાવી: અરવિંદભાઈ બારૈયા


SHARE





























મારી અને મારા દીકરાની છબી ખરડાઈ તે માટે ગણેશ વિસર્જન પછી ડીવાયએસપીદગો કરીને ફરિયાદી નોંધાવી: અરવિંદભાઈ બારૈયા

મોરબીમાં જાહેરનામાના ભંગ સબગણેશોત્સવના બે આયોજકોની સામે ફરિયાદ નોંધાયેલ છે તે બાબતે આજે મોરબીમાં ગણેશ ઉત્સવના આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજક દ્વારા મોરબીના ડીવાયએસપી ઉપર ગંભીર આક્ષેપ કરેલ છે અને કહ્યું હતું કે, “મારી અને મારા દીકરાની છબી ખરડાઈ તે માટે થઈને આ દગો કરવામાં આવ્યો છે અને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હોવાથી આગામી સમયમાં રોડ ઉપર ઉતરીને આંદોલન કરવાની પણ ગણેશોત્સવના આયોજક દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીમાં લીલાપર ગામ નજીક આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે આજે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયા તથા મયુર નગરી કા રાજા ગણેશોત્સવના આયોજક વિશ્વાસભાઈ ભોરણીયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા હિન્દુ સંગઠનના આગેવાનો પણ હાજર રહ્યા હતા ત્યારે અરવિંદભાઈ બારૈયા દ્વારા મોરબીના ડીવાયએસપી ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ગણેશ વિસર્જન માટે થઈને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં જુદા જુદા વિસ્તારમાં પંડાલોમાં કે ઘરની અંદર જે ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હોય અને તેનું વિસર્જન કરવાનું હોય તો તેના વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સિદ્ધિવિનાયક કા રાજા અને મયુર નગરી કા રાજા આ બંને ગણેશ ઉત્સવમાં ગણેશજીની મૂર્તિ મહાકાહોવાથી તંત્રની વ્યવસ્થામાં તેઓની મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તેમ ન હતું.

જેથી કરીને આ બંને આયોજકો વિસર્જનના દિવસે મોડી રાતથી મુર્તિ લઈને ડેમ પાસે પહોચી ગયા હતા જો કે, તે દિવસે વહેલી સવાર સુધી મૂર્તિના વિસર્જનને લઈને વાટાઘાટો ચાલી હતી અને અંતે બંને ગણેશોત્સવના આયોજકો દ્વારા તેઓના ગણેશજીની મૂર્તિ પોતાની મશીનરીનો ઉપયોગ કરીને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ ખાતે વિસર્જિત કરવામાં આવી હતી જો કે, ત્યારે પોલીસ અને પાલિકાની ટીમ ત્યાં હાજર હતી અને આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગણેશોત્સવના આયોજકો સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયેલ છે

આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમાં 10 થી 12 ફૂટની મૂર્તિનું વિસર્જન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા હતી જો કે, તેઓની ગણેશજીની મૂર્તિ 22 થી 25 ફૂટ ઊંચી હોવાના કારણે ત્યાં તેનું વિસર્જન થઈ શકે તેમ ન હતું જે બાબતે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા તેઓને પોતાની સલામતીનું ધ્યાનમાં રાખીને વિસર્જન કરવા માટે જણાવવામાં આવ્યું હતું તેમ અરવિંદભાઇએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. જોકે મોરબીના મચ્છુ-3 ડેમમાં તેઓએ મૂર્તિનું વિસર્જન કરવા માટે ઉપરથી ફોન કરાવ્યો ત્યાર બાદ તેની મૂર્તિનું ત્યાં વિસર્જન થયું હતું જેથી ડેમમાં વિસર્જન કર્યું હતું અને ત્યારબાદ દગો કરીને તેમની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ કરીને અરવિંદભાઈ બારૈયાએ કહ્યું હતું કે, મારી અને મારા દીકરા ઓમ બારૈયાની છબી ખરડાઈ તે માટે થઈને ડીવાયએસપી ઝાલા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો છે.

જ્યારે મયુર નગરી કા રાજા ગણેશોત્સવના આયોજક વિષ્ણુભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે તેઓની મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્યાં થઈ શકે તેમ ન હતું કેમકે ત્યાં સુધી જવા માટેનો રસ્તો ઉબડખાબડ હતો અને ત્યાં સુધી મૂર્તિ પહોંચે ત્યાં સુધીમાં મૂર્તિ ખંડિત થાય તેવી શક્યતા હતી જેથી કરીને તેઓએ મચ્છુ-3 ડેમ ખાતે ગણપતિની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જોકે અન્ય 560 કરતાં વધુ ગણપતિની મૂર્તિના આયોજકો અથવા તો ભક્તોએ તંત્રને હવાલે મુર્તિ કરી હતી તો તેમના દ્વારા મૂર્તિ શા માટે તંત્રને આપવામાં ન આવી તેવો સવાલ કરવામાં આવતા તેને કહ્યું હતું કે, “મૂર્તિ લઈ જવાની તંત્ર વાહકોએ હા પાડી હતી પરંતુ મૂર્તિ ખંડિત નહીં થાય તેવી કોઈ ખાતરી આપતા ન હતા જેથી કરીને અમારે અમારી રીતે મોરબીના મચ્છુ-3 ડેમ ખાતે મૂર્તિનું વિસર્જન કરવું પડ્યું હતું. હાલમાં જે રીતે ગણપતિ વિસર્જનને લઈને આયોજકો અને પોલીસ આમને સામને આવી ગયેલ છે તે જોતાં આગામી સમયમાં આ મામલાને હિન્દુત્વનો રંગ લાગે અને રોડ ઉપર ઉતરીને આંદોલનો કરવામાં આવે તો નવાઈ નથી.
















Latest News