મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE













હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને મંદિરના અંદરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરીને ચાંદીના કુલ મળીને ત્રણ કિલો વજનના બે છતર જેની કુલ કિંમત 75 હજાર રૂપિયા થાય તેની ચોરી કરવામાં આવેલ હતી જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમાટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા જાતે દરબાર (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે હતી જેમાં જણાવ્યુ હતું કે, ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરના દરવાજાના તાળા ને તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલ ચાંદીના બે છત્તર જેનો કુલ વજન ત્રણ કિલો જેટલો થાય છે તે 75 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.. સિસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે આરોપી રાકેશ ઉર્ફે રાજૂ રેસિંગભાઈ રાઠવા રહે. જરખડી ફળિયા ડોલરિયા ગામ છોટા ઉદેપુર વાળાની ધરપકડ કરેલ છે




Latest News