હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ચીખલીમાં જમીન પચાવી પાડનાર ચારની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE

















માળીયા(મી)ના ચીખલીમાં જમીન પચાવી પાડનાર ચારની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં જમીન ઉપર દબાણ કરનારા શખ્સોની સામે ધડોધડ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે માળીયા તાલુકાના ચીખલી ગામે જમીન ધરાવતા ખાખરેચીના ખેડૂતની જમીન ચાર શખ્સોએ કબ્જો કરલે હતો જેથી કરીને કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે

માળીયા(મી)ના ખાખરેચી ગામે રહેતા મનસુખભાઇ પ્રભુભાઇ ઓડીયાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની ચીખલી ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર ૨૨૩ વાળી જમીન હે-૨ આરે-૧૯ ચો.મી.-૫૪ વાળી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ચીખલી ગામના ઇસાભાઇ દાઉદભાઇ પારેડી, રહેમાનભાઇ હાસમભાઇ જામ, હાજીભાઇ માલાણી પારેડી તથા ઘનશ્યામભાઇ ડાયાભાઇ ઓડીયાનો સમાવેશ થાય છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ જમીન પચાવી પાડી હોવાથી ફરિયાદીએ કલેકટરમાં અરજી કરી હતી અને કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા આદેશ કરવામાં આવ્યો પછી ચારેય શખ્સોની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં પોલીસે ઇસાભાઇ દાઉદભાઇ પારેડી (૫૫), રહેમાનભાઇ હાસમભાઇ જામ (૫૦), હાજીભાઇ સુલેમાનભાઇ માલાણી (૬૫) તથા ઘનશ્યામભાઇ ડાયાભાઇ ઓડીયા (૫૮) રહે, બધા જ ચિખલી વાળાની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News