મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આગથી દોઢ કરોડનો કપાસ ખાખ: તાત્કાલિક વળતર અપાવવા પ્રતિનિધિઓ પ્રયત્નશીલ


SHARE













મોરબી યાર્ડમાં આગથી દોઢ કરોડનો કપાસ ખાખ: તાત્કાલિક વળતર અપાવવા પ્રતિનિધિઓ પ્રયત્નશીલ

મોરબીના સનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં શનિવારે કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતોનો લગભગ ૧૨ હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાથી દોઢ કરોડનું નુકશાન થયું છે તેવી યાર્ડના મેનેજરે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરેલ છે

આગામી દિવસોમાં દિવાળી આવી હોવાથી મોરબી માર્કેટિંગ યાર્ડ તારીખ બે થી બંધ થવાનું હતું જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલાં પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવે અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરી શકે તે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને શનિવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા અને તેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો કપાસ લઈને આવ્યા હતા દરમિયાન બપોરના અરસામાં કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને આગની ઝપેટમાં જોતજોતામાં યાર્ડના સેડ નંબર ૧ ની અંદર મૂકવામાં આવેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને ત્રણ તાલુકાના ખેડૂતો કપાસ લઇને પોતાનો માલ વેચવા માટે આવ્યા હતાં તેનો માલ આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે જેથી કરીને દોઢ કરોડનું નુકશાન થયેલ છે

ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા યાર્ડમાં આવ્યા હતા અને તેઓએ કર્યું હતું કે, જો ફાયર સેફ્ટીની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવે છે ત્યાં ફાયર સેફટીના નામે શૂન્ય હોય તેવું જોવા મળ્યું છે અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, જે ખેડૂતો માલ આગમાં બળી ગયો છે તેઓને તાત્કાલિક નુકશાનીનું વળતર આપવામાં આવે તે અનિવાર્ય છે તો મોરબી યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આટલા વર્ષોમાં પહલી વખત મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગા લાગી હતી અને તેમાં જે કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે તેના માટે કોઈને નુકશાન ન જાય તેવી વ્યવસ્થા યાર્ડ દ્વારા કરવામાં આવશે




Latest News