માળિયા (મી)માં પાસપોર્ટ વેરીફીકેશન માટે 500 ની લાંચ લેનારા પોલીસકર્મીને પાંચ વર્ષની સજા
ટંકારાના નાના ખીજડીયા પાસેથી રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 50 હજારની ચોરી કરવાના ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ
SHARE
ટંકારાના નાના ખીજડીયા પાસેથી રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 50 હજારની ચોરી કરવાના ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વૃદ્ધ તેમના પત્ની સાથે રિક્ષામાં મુસાફરની જેમ બેસીને જઈ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના નાના ખીજડીયા પાસે રિક્ષામાં અગાઉથી જ પેસેન્જરની જેમ બેઠેલા શખ્સે વૃદ્ધની કોટિના ખિસ્સામાંથી 50,000 રૂપિયાની ચોરી કરી લીધી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હકી તે ગુનામાં એલસીબીની ટીમે ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ કરેલ છે અને દોઢ લાખનો મુદામાલ કબજે કર્યો છે અને બંન્ને આરોપી તેમજ મુદામાલ ટંકારા પોલીસને સોંપી દીધેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વાલજીભાઈ દેવશીભાઈ બાર જાતે રબારી (65) નામના વૃદ્ધે અજાણી રિક્ષાના ચાલક તથા તેમાં મુસાફરની જેમ બેઠેલા બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે ટંકારાના નાના ખીજડીયા ગામે અવેડા પાસેથી તેઓ રિક્ષામાં પોતાના પત્ની જ્યોતિબેન તેમજ રાણુબેન સાથે બેસીને જઈ રહ્યા હતા ત્યારે અગાઉથી રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલા શખ્સે ફરિયાદીની નજર ચૂકવીને તેના કોટીના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 50,000 નું બંડલ ચોરી કરી લીધું હતું જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા રિક્ષા ચાલક અને રિક્ષામાં અગાઉથી જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, નીરવભાઈ મકવાણા અને વિક્રમભાઈ કુગસીયાને મળેલ બાતમી આધારે ટંકારાની લતી પર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ રીક્ષા નંબર જજે 3 બીટી 6481 ને રોકીને તેમાં જઈ રહેલા બે શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પૂછપરછ દરમિયાન તે બંને તથા અન્ય એક આમ કુલ ત્રણ વ્યક્તિઓએ નજર ચૂકવીને 50,000 રૂપિયા વૃદ્ધના બંડીના ખિસ્સામાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને 50 હજાર રૂપિયા રોકડા તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ દોઢ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી અશ્વિનભાઈ છગનભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (21) રહે કોઠારીયા રોડ સુવિધા સોસાયટીની પાછળ રણુજા મંદિર પાછળ ઝૂંપડામાં રાજકોટ અને બાબુભાઈ ગાંડુભાઇ સોલંકી જાતે દેવીપુજક (60) રહે માધાપર ચોકડી હનુમાનજી મંદિર પાસે રાજકોટ વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સંજય છગનભાઈ ચારોલીયા રહે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ ઝૂંપડામાં રાજકોટ વાળા નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને હાલમાં પકડાયેલા બંને આરોપી તથા મુદ્દા માલ ટંકારા તાલુકા પોલીસને સોંપી આપેલ છે.