મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 60 બોટલ દારૂ અને બિયરના 10 ટીન ભરેલી રીક્ષા ઝડપાઈ, આરોપી ફરાર: વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેક કાર સાથે બે પકડાયા, 2.80 લાખનો મુદામાલ કબજે


SHARE

















મોરબી નજીકથી 60 બોટલ દારૂ અને બિયરના 10 ટીન ભરેલી રીક્ષા ઝડપાઈ, આરોપી ફરાર: વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેક કાર સાથે બે પકડાયા, 2.80 લાખનો મુદામાલ કબજે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘુટું ગામની સીમમાંથી હરિઓમ પાર્ક નજીકથી પસાર થતી રિક્ષાને રોકવાનો પોલીસે પ્રયત્ન કર્યો હતો ત્યારે પરીક્ષા ચાલકે આગળ જઈને પોતાની રીક્ષા છોડીને તે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો ત્યારબાદ તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 60 બોટલ તથા બિયરના 10 ટીન મળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો અને રીક્ષા સહિત કુલ મળીને 99,480 નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

જાણવા મળતીગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ ઘુટુ ગામની સીમમાં હરિઓમ પાર્ક સોસાયટી નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 9127 ને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીક્ષા ચાલકે તેની રીક્ષા મારી મૂકી હતી અને આગળ જઈને અંધારાનો લાભ લઈને રીક્ષા ચાલક પોતાની રીક્ષા છોડીને નાસી ગયો હતો જોકે રિક્ષા ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂની 60 બોટલ તથા બિયરના 10 ટીન મળી આવતા પોલીસે 19,480 ની કિંમત નો દારૂ બિયરનો જથ્થો તથા 80 હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 99,480 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

 

એક-એક બોટલ દારૂ

 

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 840 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ (37) રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વોડાફોનની ઓફિસની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે કાનજીભાઈ દેવજીભાઈ પરમાર (36) રહે વણકરવાસ જેલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

 

દારૂ ભરેલ કાર સાથે રાજકોટના બે શખ્સ પકડાયા

 

વાંકાનેર નજીક વઘાસિયા પાસે આવેલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલી ઇકોગાડી નંબર જીજે 1 એચપી 4719 ને રોકીને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 400 લીટર દારૂનો જથ્થો મળી આવતા 80,000 રૂપિયાની કિંમત તો દારૂનો જથ્થો તથા 2,00,000 ની કિંમત ની ગાડી આમ કુલ મળીને 2.80 લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે પોલીસે આરોપી મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા (42) રહે મયુર નગર મેઇન રોડ રાજમોતી મીલ પાસે રાજકોટ તથા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણ (24) રહે ચુનારવાળા વિસ્તાર રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સોએ તેની ગાડીમાં દારૂનો જથ્થો ક્યાંથી ભર્યો હતો અને કોને આપવા માટે જતા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News