મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર ઘરમાં જુગાર રમતા સાત શખ્સોની 61,500 ની રોકડ સાથે ધરપકડ


SHARE







મોરબીના વાવડી રોડ ઉપર ઘરમાં જુગાર રમતા સાત શખ્સોની 61,500 ની રોકડ સાથે ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ ની બાજુમાં ઓમ શોપિંગમાં રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા દારૂ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ સાત વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 61,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી એ ડિવિજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર બાવળીયા પીરની દરગાહ ની બાજુમાં આવેલ ઓમ શોપિંગમાં રહેતા અનિલભાઈ હડિયલના રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા અનિલભાઈ મલાભાઇ હડિયલ (38), મહેન્દ્રભાઈ વેલજીભાઈ ડાભી ચાલીસ કિરીટભાઈ માવજીભાઈ હડિયલ (45), ભવાનભાઈ પ્રેમજીભાઈ કંજારિયા (54), હસમુખભાઈ નારણભાઈ કનજારિયા (41), ગીરીશભાઈ વશરામભાઈ નકુમ (48), શાંતિલાલ દેવકરણભાઈ કંજારિયા (39) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 61,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા પકડાયા

મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેશનની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુનિલભાઈ રાજુભાઈ વાઘેલા (20) અને નારખાભાઈ ઇસાકભાઉ આકી (38) રહે બંને લાલ પર ક્રિષ્ના વાળી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 540 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે

વરલી જુગાર

વાંકાનેર ના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા આવવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી (28) રહે. મારુતિના શોરૂમ ની પાછળ નવાપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2,050 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે






Latest News