મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર આરોપી જેલ હવાલે


SHARE













મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર આરોપી જેલ હવાલે

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તે રિમાન્ડ પૂરા થતાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચારેય આરોપીઓને જેલ હવાલે કરેલ છે. 

મૂળ ચરાડવા ગામના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56) નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કેતેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસ્તિ કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી  આ ગુનામાં પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી (61), નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી (58), ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા (61) અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર (65) રહે. બધા જ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

 






Latest News