મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર આરોપી જેલ હવાલે
મોરબીના શનાળા રોડ ઉપર બાઈક-એકટીવા અથડાતા બે યુવાન સારવારમાં
SHARE
મોરબીના શનાળા રોડ ઉપર બાઈક-એકટીવા અથડાતા બે યુવાન સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યારાના પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક અને એકટીવા અથડાવાના બનેલા બનાવમાં બે યુવાનોને ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.મોરબી એ ડીવીજન પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે જયદીપ મુકેશભાઇ કંજારીયા (ઉમર 30) અને દિલીપ પ્રભુભાઈ હડિયલ (ઉમર 31) બંને રહે મોરબી વાળાઓને ઇજાઓ તથા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી એમ.એચ.વાસાણીએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ કરી હતી.
મારામારીમા ઈજા થતાં સારવારમાં
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલ વિકાસપાર્ક વિસ્તારમાં રહેતા કમલ બહાદુર કઠાયત નામના 43 વર્ષીય યુવાનને હોન્ડાના શોરૂમ પાસે રૂપેશ નામના ઇસમે બોલાચાલી કરી માર માર્યો હતો.જેથી કમલ બહાદુરને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો જેથી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા હેતલબેન ભરતભાઈ પરમાર નામની 19 વર્ષીય યુવતીને વાહન અકસ્માતમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ નજીક તે રોડ ઉપર ઉભી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત બનાવ બનયો હતો.જેમાં ઈજા થતાં સારવારમાં ખસેડાઇ હોય હાલ તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.
બાળક સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રભુ કૃપા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા નિલેશભાઈ પટેલ તેમના ચાર વર્ષના બાળક ધ્યાનને બાઈકના પાછળના ભાગે બેસાડીને પીપળી રોડ ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ધ્યાનને ઇજા પહોંચતા શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી ખાતે રહીને મજૂરી કામ કરતો રમેશ કમલેશભાઈ બારીયા નામનો 19 વર્ષનો યુવાન પાવળીયારી નજીક હતો ત્યા જેતપર રોડ ઉપર તેનું બાઇક સ્લીપ થઈ જતા તેને પણ ઇજાઓ પહોંચી હોય શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા મધુબેન પ્રેમજીભાઈ ચાવડા નામની 42 વર્ષની મહિલાને મોરબીના ચાચાપર ગામે પટેલ વાડી પાસે વિછીએ ડંખ મારતા સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ તાલુકા પોલીસે જણાવેલ છે. જ્યારે મોરબીના લીલાપર ગામે બનેલ મારામારીના બનાવમાં ઈજા થતા વિનોદ ખેંગારભાઈ ભૂભરીયા અને રાહુલ મેરૂભાઈ ભૂભરીયાને ઇજાઓ થતા સિવિલએ સારવાર માટે ખસેડાયા હતા.જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.