મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં કેજી થી કોલેજ સુધીના 170 વિધાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજના વિશિષ્ટ સેવા કરનાર રમત ગમત ખેલ મહાકુંભ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો પારિતોષિક વિજેતાઓ સરકારી કર્મચારીઓ ડોકટરો સહિત વિધાર્થીઓ સહિત 200 ના સન્માન કર્યા હતા.

આ સમારોહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ જણાવ્યું હતું કે તમારા બાળકોને વધુને વધુ ભણાવો બાળકોને મોબાઈલની ટેવ બંધ કરાવી દો યુવાનો વ્યસન છોડોને સમાજમાં એકતા જાળવી સંગઠીત બની સમાજની પ્રગતિ કરવા આગળ આવો. આ સમારોહમાં મોરબી તાલુકામાં બેસ્ટ શિક્ષકોને એવોર્ડ વિજેતા વાંકાનેરના જિતેન્દ્રગીરી શિવગીરી ગોસ્વામી, માથકના મનદીપગીરી જયદીપગીરી તેમજ મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, પત્રકાર અલ્પેશ ગોસ્વામી તેમજ ગોસ્વામી સમાજની વાડીમાં તેમજ આ સન્માન સમારોહમાં સહયોગ આપનાર દાતા બિલ્ડર પરેશભાઈ પટેલ, ચંદ્રકાન્ત બેચરભાઈ દઢાણીયા, નરોતમગીરી શનાળા સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સન્માનિત શિક્ષક વાંકાનેરના જીતેન્દ્રગીરીએ જણાવ્યું હતું કે તમારી દીકરીને કરીયાવરમાં રૂપિયા દાગીના કરતા તેને નાનપણથી જ ખૂબ ભણાવી ગ્રેજ્યુએટ કરી સારા શિક્ષણની ભેટ આપો જેથી તે તેના પરિવાર અને બાળકોને મદદરૂપ બની શકશે બાળકોને મોબાઈલની ટેવ બંધ કરી સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવો સમયનું પાલન કરો આજે ડીઝીટલ યુગમાં સમયની સાથે ચાલવું જરૂરી છે.આ સમારોહને સફળ બનાવવા સમાજના પ્રમુખ ગુલાબગીરી અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કૈલાશગીરી ગોસાઈએ કર્યું હતું.






Latest News