હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું મોત
મોરબીના મકનસર પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બોલેરોના ચાલકે ફંગોળ્યો: ગુનો નોંધાયો
SHARE
મોરબીના મકનસર પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બોલેરોના ચાલકે ફંગોળ્યો: ગુનો નોંધાયો
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બોલેરો ગાડી ચાલાકે તેને હડફેટે લઈને ફંગોળ્યો હતો જેથી તેને પગમાં ઘૂંટીથી ઉપરના ભાગે બે ફેકચર થયા હતા તથા માથાના પાછળના ભાગે મુંઢ ઇજા થયેલ હતી અને અકસ્માતના આ બનાવ બાદ વાહન ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને હાલમાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે વાદીપરામાં રહેતા અને મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા જગદીશભાઈ વીરજીભાઈ સારલા (40)એ હાલમાં બોલેરો ગાડી નંબર આરજે 4 જીસી 5330 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર નવા મકનસર ગામના ઝાપા પાસેથી તે રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન બોલેરો ગાડીના ચાલકે તેને હડફેટે લઈને ફંગોળ્યો હતો જેથી ફરિયાદી યુવાનને પગમાં ઘૂંટીથી ઉપરના ભાગમાં બે ફેકચર થયેલા છે તથા માથામાં ડાબી બાજુએ પાછળના ભાગે મુંઢ ઇજા થઈ હતી અને અકસ્માતના આ બનાવ બાદ બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાશી ગયો હતો જેથી કરીને યુવાને સારવાર લઈને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને બોલેરો ગાડીના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જુગાર રમતા પકડાયા
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાનની પાછળના ભાગમાં બાવળ નીચે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અકબરભાઈ કરીમભાઈ સમા (47) અને ઈકબાલભાઈ ગુલામહુસેન માલાણી (42) રહે. બંને કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 880 ની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે