વાંકાનેર નજીક ડિવાઇડર સાથે ટાયર ઘસાઈને ફાટી જતાં કાર પલટી જતાં યુવાનનું મોત
મોરબી-માળીયામાં જુગારની ત્રણ રેડ: સાત શખ્સો પકડાયા
SHARE
મોરબી-માળીયામાં જુગારની ત્રણ રેડ: સાત શખ્સો પકડાયા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ ધાર પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિજયભાઈ નટુભાઈ બાવરવા (36), રાજેશભાઈ લક્ષ્મણભાઈ ઢવાણિયા (38), અશોકભાઈ ધનજીભાઈ ગણેશિયા (35) અને અમિતભાઈ કાનજીભાઈ વરાણીયા (19) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
માળિયામાં મેઇન બજારમાં પોસ્ટ ઓફિસ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે દોષ મહમદભાઈ મહમદભાઈ કટિયા (50) રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે 450 રૂપિયાની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે વરલી જુગારની બીજી રેડ માળિયા તાલુકાના ખાખરેચી ગામે બસ સ્ટેશન પાસે કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હાર્દિક કાંતિભાઈ અઘારા (27) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 420 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારની ત્રીજી રેડ માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝાપા પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા નિઝામ ગનીભાઈ કટિયા (30) રહે. તાલુકા શાળા પાછળ માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 470 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના ત્રણેય ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે