મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE













મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ

મોરબીના મકનસર પાસે આવેલ હેડ કવાર્ટર પાસે આવેલ મેલડી માતાજીનાં મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી માતાના મઢે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં માહિતી આપતા ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, મકનસર પાસે આવેહેડ કવાર્ટર ખાતે વણઝારાની મેલડી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં ગામ લોકો દ્વારા છેલ્લા 19 વર્ષથી પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ તેમાં જોડાછે અને આ વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે અને એક સાથે 250 જેટલા પદયાત્રીઓ ત્યાં આરામ કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલ છે. આ કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો ત્યારે મેલડી માતાજી અને મહાદેવના મંદિરે મહા આરતી રાખવામા આવી હતી જેમાં ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ પીઆઇ એસ.મ. ચૌહાણ, હકૂમતસિંહ એ. જાડેજા, એન.એ.વસાવા, એન.આર. મકવાણા સહિતના અધિકારી અને પોલીસ જવાનો તેમના પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા હતા.






Latest News