મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામની પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાઇ


SHARE









વાંકાનેરના હસનપર ગામની પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાઇ

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હસનપર પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ શાળામાં કુલ 196 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 4 થી 8 ના મળીને કુલ 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમમાં ડૉ.વિશાલ શીલુંએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ હતું જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, પેડ, પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે  ઇનામો આપવામાં આવ્યું હતું આ તકે આરબીએસકે ટીમના ડો.વિશાલ શીલું, ડો.બંશી ઠોરિયા, અફસાના માલવિયા, સીએચઓ અંકુર પરમાર, સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય રઘુવંશી અભિમન્યુસિંહ સહિતનાઓ તરફથી સહકાર મળ્યો હતો.




Latest News