મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમમાં બે દિવસ પહેલા ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ આજે મળ્યો


SHARE













મોરબીના મચ્છુ-2 ડેમમાં બે દિવસ પહેલા ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ આજે મળ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાન કેનાલમાં બે દિવસ પહેલા ડૂબી ગયો હતો જે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ આજે મચ્છુ-2 ડેમમાંથી મળી આવ્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે 

 
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામે રહેતા વિપુલભાઈ ભુપતભાઈ કણસાગરા (22) નામનો યુવાન બે દિવસ પહેલા કોઈ કારણોસર લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને આ અંગેની જાણ જે તે સમયે ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી જેથી ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનલમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારે પાણીમાંથી યુવાન મળી આવ્યો ન હતો અને કેનાલમાં પાણી ચાલુ હોય પાણી મારફતે યુવાન મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો અને આજે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળી આવ્યો છે અને મૃતક યુવાનના ડેડબોડીને ફાયરની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે





Latest News