મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર


SHARE









માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર

માળીયા પોલીસ સ્ટેશનમાં કોલસાની ચોરી તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને તેના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ ગુણવતભાઈ વ્યાસ,  સુરેશભાઈ રામજીભાઈ સરવૈયા અને મેહુલગીરી મહેશગીરી ગોસ્વામી વિરુદ્ધ આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી)-34 મુજબ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા અને આ આરોપીના જામીન માટેની અરજી મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં મોરબીની સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ સમક્ષ રેગ્યુલર જામીન અરજી માટે મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.




Latest News