મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબી-માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુના જુદાજુદા બે કાર્યક્રમનો ૨૪૩૯ અરજદારોએ લાભ લીધો
SHARE
મોરબી-માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુના જુદાજુદા બે કાર્યક્રમનો ૨૪૩૯ અરજદારોએ લાભ લીધો
માળીયા ખાતે માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બીજા દિવસે મોરબી ખાતે મોરબી નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ બંને કાર્યક્રમમાં કુલ મળીને ૨૪૩૯ લોકોએ લાભ લીધો હતો.
માળીયા નગરપાલિકા વિસ્તારના ૮૬૫ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો. અને સેવા સેતુ થકી વહીવટી તંત્રની જરૂરી સેવાઓ લોકોના ઘર સુધી પહોંચે અને વધુને વધુ સેવાઓનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તે ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં માળીયા નગરપાલિકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ સેવા સેતુ હેઠળ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. ત્યારે અરજદારો દ્વારા રાશન કાર્ડ ઈકેવાયસીની સેવા માટે ૨૪૮, હેલ્થ વેલનેસ કાર્ડની સેવા માટે ૨૩૯, આધારકાર્ડ સુધારાની સેવા માટે ૯૭, આધાર નોંધણીની સેવા માટે ૮૬, રાશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા રાશનકાર્ડમાં સુધારા વધારા કરવાની સેવા માટે ૬૪, આઈસીડીએસ અંતર્ગત નાના બાળકોના આધાર કાર્ડની સેવા માટે ૧૫, આવકના દાખલા માટે ૧૦ તથા સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ૬ અરજીઓ મળી કુલ ૮૬૫ અરજીઓ કરવામાં આવી હતી.
આવી જ રીતે મોરબી પાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનો ૧૫૭૪ લોકોએ લાભ લીધો હતો. અને અરજદારો દ્વારા રાશન કાર્ડ ઈકેવાયસીની સેવા માટે ૨૮૯, હેલ્થ વેલનેસ કાર્ડની સેવા માટે ૩૫૭, જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવાની સેવા માટે ૧૮૨, આધારકાર્ડ સુધારાની સેવા માટે ૧૨૯, મેડીસીન સારવારની સેવા ૧૦૯, ભીમ એપ માટે ૧૦૭, કેસેલેશ લિટરેસીની સેવા ૯૮, રાશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા રાશનકાર્ડમાં સુધારા વધારા કરવાની સેવા માટે ૧૩૫, આધાર નોંધણીની સેવા માટે ૮૬, આઈસીડીએસ અંતર્ગત નાના બાળકોના આધાર કાર્ડની સેવા માટે ૩૫, આવકના દાખલા માટે ૨૯, જાતિના પ્રમાણપત્રની સેવાનો ૨૭, નમો યોજનાનો ૧૪, લગ્ન નોંધણી માટે ૧૨, પી.એમ.જે.મા. અરજી માટે ૧૧, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના માટે ૧૧, દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે ૯, કુંવરબાઈનું મામેરું યોજના માટે ૫, મિલ્કત આકારણી ઉતારો માટે ૫, વિધવા સહાય માટે ૫, રસીકરણ માટે ૪ તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે ૨ મળી કુલ ૧૫૭૪ લોકોએ સેવા સેતુ હેઠળ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.