મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રનો સાળો યુવતીને ભગાડી જતાં યુવાનને ત્રણ શખ્સોએ ઈંટ વડે મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં મિત્રનો સાળો યુવતીને ભગાડી જતાં યુવાનને ત્રણ શખ્સોએ ઈંટ વડે મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતો યુવાન પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ પાસે હતો ત્યારે તેના મિત્રનો સાળો એક યુવતીને ભગાડી ગયેલ હોય તે યુવતીના ભાઈ સહિત ત્રણ શખ્સો દ્વારા યુવાનને ગાળો આપવામાં આવી હતી અને ઈંટ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તથા છરી બતાવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા બચુભાઈ ઉર્ફે બચ્ચન જેઠાભાઇ સોલંકી (31)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ કરસનભાઈ મુછડીયા, નીતિનભાઈ કરસનભાઈ મુછડીયા અને મહેશભાઈ રમેશભાઈ લોચા રહે. બધા બૌદ્ધનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તે ગત તા. 15/9 ના આશરે 9:30 વાગ્યાના અરસામાં મોરબીના પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં હતો ત્યારે ફરિયાદી અગાઉ તેના મિત્રના ઘરે અવરજવર કરતો હોય અને ફરિયાદીના મિત્રનો સાળો આરોપી મહેશભાઈ લોચાની બહેનને ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાનને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ ઈંટ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તેને છરી બતાવવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે નિલેશભાઈ મનસુખભાઈ વાડોલીયા જાતે પ્રજાપતિ (30) રહે. શિવાભાઈ રબારીના મકાનમાં બેલા મોરબી મૂળ રહે. જ્યોતિપાર્ક અની હોટલની સામે ધ્રોલ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 800 ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરવામાં આવી હતી અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા જાતે સંધિ રહે. બેલા તાલુકો મોરબી વાળા પાસેથી દારૂની બોટલો લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે બંનેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વસીમભાઈ નારેજાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News