મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ આપેલ રૂપિયા પાછા માંગતા મિત્રને પછી રૂપિયા આપવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









વાંકાનેરમાં અગાઉ આપેલ રૂપિયા પાછા માંગતા મિત્રને પછી રૂપિયા આપવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરના ભરવાડપરામાં રહેતો યુવાન ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે હતો ત્યારે તેણે તેના મિત્ર પાસેથી અગાઉ લીધેલા રૂપિયા તેના મિત્રએ તેની પાસેથી પાછા માંગ્યા હતા જોકે, યુવાન પાસે પૈસા ન હોવાથી તેને પછી રૂપિયા આપવાનું કહ્યું હતું જે યુવાનના મિત્રને સારું ન લાગતા તેણે પોતાની પાસે રહેલ છરી વડે યુવાનને ડાબા હાથ ઉપર એક ઘા મારીને તેને ઇજા કરી હતી અને તેની સાથે રહેલા શખ્સે ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં તેના મિત્ર સહિત બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ભરવાડપરા શેરી નં-5 માં રહેતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા જાતે રબારી (35)એ હાલમાં તેના મિત્ર નિલેશભાઈ ખીમજીભાઇ વાણંદ રહે ભાટિયા સોસાયટી જલારામ જીન પાસે વાંકાનેર અને રઘુભાઈ કાઠી ની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નિલેશભાઈ તેનો મિત્ર હોય તેની પાસેથી અગાઉ રૂપિયા લીધા હતા જે રૂપિયા નિલેષભાઈએ ફરિયાદી પાસેથી પાછા માંગતા ફરિયાદી પાસે પૈસા ન હતા જેથી પછી આપી દઈશ તેવું ફરિયાદી કહ્યું હતું જે નિલેશભાઈને સારું નહીં લાગતા તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબા હાથ ઉપર ઘા મારીને ઇજા કરી હતી અને ત્યારે ત્યાં તેની સાથે રહેલ રઘુભાઈ કાઠીએ ફરિયાદી યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ તેના મિત્ર સહિત બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News